Video: લાઠીના અડતાલા ગામેથી બાળકીનો અપહરણકાર ઝડપાયો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાલા ગામે નવા વર્ષના દિવસે જ એક પરપ્રાંતિય ખેતમજૂર પરિવારની 3 વર્ષ અને 2 માસની માસૂમ બાળકીનું અપહરણ થયું હતુ. ઘટનાની ગંભીરતાને જોતા લાઠી પોલીસ, અમરેલી LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક તપાસમાં જોતરાયો હતો. પોલીસની વિવિધ ટીમોએ અંદાજે 25 કિલોમીટરના વિસ્તારમાં લાગેલા 100 જેટલા સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ બાદ પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસે લીલીયા તાલુકાના જાતૃડા ગામેથી અપહરણકાર સોહન અમૃરૂ વસુનીયાને બાળકી સાથે દબોચી લીધો હતો.પોલીસે બાળકીનો સુરક્ષિત કબજો મેળવી તેના પરિવારને સુપરત કરી છે. હાલ લાઠી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અપહરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જાણવા વધુ તપાસ તેજ કરી છે.
જાહેરાત








