Video: ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રેકોર્ડબ્રેક મુલાકાતીઓ આવ્યા

વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દિવાળી વેકેશન દરમિયાન સહેલાણીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. ૬થી ૧૧ નવેમ્બર એમ માત્ર છ દિવસમાં ૧૯ હજારથી વધુ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લેતાં પાલિકાની તિજોરીમાં ૧૨ લાખ ૯૫ હજાર રૂપિયાની માતબર આવક થઈ છે. ખાસ કરીને ૧૧ નવેમ્બરે સૌથી વધુ ૬ હજાર ૨૩૩ મુલાકાતીઓ આવતા એક જ દિવસમાં ૪ લાખથી વધુની આવક થઈ. જ્યારે ૧૦ નવેમ્બરે ૫ હજારથી વધુ સહેલાણીઓથી ૩ લાખ ૭૭ હજારની કમાણી થઈ હતી. વેકેશનની મજા માણવા અંદાજે ૫ હજાર લોકોએ જોયટ્રેન અને ૯૦૦ લોકોએ ઈ-કારની સવારી કરી હતી. વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પરિવારો ઉમટી પડતાં સમગ્ર સયાજીબાગ પરિસરમાં ઉમટી પડ્યા હતા.
જાહેરાત








