Video: ગાંધીનગરમાં ખોરજ જમીન મામલે કોંગ્રેસના આક્ષેપ

ગાંધીનગરના ખોરજમાં આશરે 150 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવાના મામલે કોંગ્રેસે ભાજપ સરકાર અને ગૃહ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે પડકાર ફેંક્યો હતો કે ભાજપના જવાબદાર પ્રવક્તા આ મામલે ખુલ્લા મંચ પરથી જવાબ આપે અને અધિકારીઓ કે ભાજપનું સંગઠન નક્કી કરે ત્યાં કોંગ્રેસ જાહેર ડિબેટ કરવા તૈયાર છે. તેમણે મુખ્યમંત્રી સમક્ષ આ મામલે રજૂઆત કરી સમય માંગ્યો હોવા છતાં મુલાકાતનો સમય ન મળ્યો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જમીન પચાવી પાડવાના મામલે પોલીસની કામગીરી અને કથિત વહીવટદારો અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.
જાહેરાત








