Video: સ્વચ્છતા સર્વેક્ષણના મુદ્દે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ

સોર્સ: gstv

ગુજરાતમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધીની બીમારી કોંગ્રેસના નેતાઓના મગજમાં ઘૂસી ગઈ છે અને હંમેશા વાંધા લેવા એ કોંગ્રેસની માનસિકતા બની ચૂકી છે. સ્વચ્છતા સર્વેક્ષણ કેવી રીતે થાય છે તે સમજાવતા તેમણે સેફ્ટી ટેન્ક, સુએજ, ડોર ટુ ડોર કલેક્શન, કચરાનું સેગ્રીગેશન અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા માપદંડોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સફાઈ કર્મચારીઓની વેલનેસના આધારે પણ રેન્કિંગ નક્કી થતું હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત