Video: અજાપર ગામ નજીક અકસ્માતમાં 3 યુવાનોના મોત

સોર્સ: gstv

કચ્છના અંજાર તાલુકાના અજાપર ગામ નજીક અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે...અજાપર નજીક આવેલી પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં બાઇક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એકસાથે ત્રણ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી નિકળ્યું છે..આ સમાચાર મળતા જ અજાપર સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત