Video: વડોદરામાં સયાજી હોસ્પિટલમાં દર્દીઓની બદહાલી

આ દ્રશ્યો દર્દીઓની બદહાલીના છે.મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રાત્રિના સમયે સારવાર માટે આવતા દર્દીઓની હાલત કેટલી હદે દયનીય બની છે..તે વીડિયોમાં જોઈ શકાય છે.. હોસ્પિટલમાં રાત્રે સ્ટ્રેચર અને મદદનીશ કર્મચારીઓ કે સર્વન્ટના અભાવે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.. જેના કારણે દર્દીઓને જેમ તેમ કરીને પોતાના સ્વજનોને સહારે જવા મજબૂર બન્યા છે. શું રાત પડતાની સાથે જ સ્ટ્રેચર અને સિક્યોરિટી ગાયબ થઈ જાય છે ? તેવા સવાલો સાથે સરકાર કે સીએસઆર ફંડના ઉપયોગ સામે પણ ભારે રોષ ફેલાયો છે. આ મામલે સત્તાધીશોએ સ્વીકાર્યુ કે હોસ્પિટલમાં પૂરતા સાધનો ઉપલબ્ધ છે, છતાં દર્દીઓને હાલાકી પડે તે દુઃખદ છે અને રાત્રે ફરજ પર રહેલા કર્મચારીઓની બેદરકારી જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત














