Video: સુરતના મોટા વરાછામાં લિફ્ટમાં ચાર લોકો ફસાયા

સુરતના મોટા વરાછામાં લિફ્ટમાં ચાર લોકો ફસાયા હતા.જેમને ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા..વીઆઈપી સર્કલ પાસે આવેલી આસ્થા સ્ક્વેર બિલ્ડિંગમાં આ ઘટના સામે આવી છે, જ્યાં બીજા અને ત્રીજા માળની વચ્ચે અચાનક ટેકનિકલ ખામી સર્જાવાના કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. લિફ્ટમાં ચાર વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. આ લિફ્ટની અંદર ત્રણ મહિલાઓ અને માત્ર ૪ દિવસની વયનું નવજાત બાળક ફસાયેલું હતું..જેથી અંદર હાજર પરિવારોમાં ભારે ગભરાટ અને ડરનો માહોલ છવાઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ પોતાની સૂઝબૂઝ અને સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને તમામ ચારેય લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા, જેના કારણે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
જાહેરાત














