Video: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, ખેડૂતોને મણના 1700 રૂપિયા સુધીના ભાવ

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના વેકેશન બાદ મગફળીની બમ્પર આવક નોંધાઈ રહી છે. યાર્ડ શરૂ થતાં જ દરરોજ 30થી 40 હજાર મણ મગફળીની આવક થતાં યાર્ડ મગફળીથી છલોછલ ભરાઈ ગયું છે. ખેડૂતોને જાહેર હરાજીમાં પ્રતિ મણ 1500થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દિવાળી પહેલાં યાર્ડમાં એક જ દિવસમાં 60 હજાર મણ મગફળીની ઐતિહાસિક આવક નોંધાઈ હતી. અમરેલી ઉપરાંત ગીર ગઢડા અને ભાવનગર જિલ્લાના મહુવા પંથકના ખેડૂતો પણ અહીં મગફળી વેચવા આવી રહ્યા છે. જોકે, વરસાદના લાંબા વિરામને કારણે બિનપિયત ખેડૂતોના ઉત્પાદન પર માઠી અસર થતાં તેમની ચિંતા યથાવત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત