Video: સાવરકુંડલામાં ઓવરહેડ ટાંકાની નબળી કામગીરી સામે સવાલ, નગરપાલિકાએ એજન્સીને નોટિસ ફટકારી

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નબળી ગુણવત્તાની કામગીરી બદલ સંબંધિત એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે 75 લાખ રૂપિયાના ખર્ચે ઓવરહેડ ટાંકો બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા સ્મશાનના પટાંગણમાં આ ટાંકો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરતા નબળી ગુણવત્તા જોવા મળી હતી. લોકોની સુખાકારી અને પાણીની સુવિધા માટે હાથ ધરાયેલા વિકાસકામમાં બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત