Video: અમદાવાદમાં થાઈલેન્ડ ટૂર પેકેજના નામે 12.03 લાખની છેતરપિંડી, ટ્રાવેલ્સ સંચાલકના 5 દિવસના રિમાન્ડ

અમદાવાદના નિકોલમાં થાઈલેન્ડ ટૂર પેકેજના નામે 12.03 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 'વિનાયક હોલી ડે' ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે 18 લોકોના ટૂર પેકેજ અને હોટેલ બુકિંગના બોગસ વાઉચર બનાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ મામલે ઓઢવના ગુણવંત પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આરોપી મયુર જયંતીલાલ સોનીની ધરપકડ કરી છે. પોલીસ રિમાન્ડ અરજી મુજબ આરોપી પૂછપરછ દરમિયાન વારંવાર નિવેદન બદલી ગેરમાર્ગે દોરતો હતો અને તેની સામે અગાઉ પણ ચેક રિટર્નના કેસ નોંધાયેલા છે. છેતરપિંડીની રકમની રિકવરી અને અન્ય સાગરીતોની સંડોવણી જાણવા પોલીસે રિમાન્ડ માગ્યા હતા, જેને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જાહેરાત












