Video: તાપીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, વ્યારા સહિત જિલ્લાના પાર્લરો અને હાઈવે હોટલમાં તપાસ કરાઈ

સોર્સ: gstv

તાપી જિલ્લા ફૂડ વિભાગની ટીમોએ વ્યારા શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલા આઇસક્રીમ પાર્લરો અને હાઈવેની હોટલો પર તપાસ હાથ ધરી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નિયમોના પાલન માટે ફ્રોઝન ડેઝર્ટ તેમજ રિયલ આઇસક્રીમ અંગે ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તપાસ દરમિયાન ફ્રોઝન ડેઝર્ટ આઇસક્રીમ મળી આવશે તો તેનો નાશ કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત