Video: 1,211 કરોડના કથિત ડિજિટલ ફ્રોડ મામલે કોંગ્રેસના સરકાર સામે સવાલો

અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ એસડી પે મોબાઈલ એપ મારફતે થયેલા કથિત 1 હજાર 211 કરોડ રૂપિયાના ડિજિટલ ફ્રોડ મામલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સુરજેવાલાએ દાવો કર્યો કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના લોકો સાથે આ એપના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી રહી હતી. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આશરે 15 લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી હતી અને 6.52 લાખ લોકોના ખાતામાંથી 1 હજાર 211 કરોડ રૂપિયા લૂંટવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. તેમણે આ સમગ્ર કૌભાંડ 3 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરી અને અત્યાર સુધીમાં 18 ફરિયાદ નોંધાઈ હોવાનો દાવો કર્યો હતો. સુરજેવાલાએ સાયબર ક્રાઈમ, પોલીસ તંત્ર અને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
જાહેરાત













