Video: સાપુતારામાં ટેબલ પોઇન્ટ પાસે અકસ્માત, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ

ડાંગના સાપુતારામાં પ્રવાસીઓની કારને અકસ્માત નડ્યો હતો, જોકે સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. બારડોલીથી ફરવા આવેલો પરિવાર ટેબલ પોઇન્ટ પાસે પહોંચ્યો હતો, જ્યાં કાર ઘાટ ચઢી શકી નહોતી. આ દરમિયાન કાર રિવર્સમાં આવી સીધી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં જ સાપુતારાના સ્થાનિક લોકો અને 112ની ટીમ તાત્કાલિક મદદ માટે પહોંચી હતી. રેસ્ક્યૂ કરીને કારમાં સવાર ત્રણ મોટા અને બે બાળકો સહિત પાંચેય સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જાહેરાત














