મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમના 'હેડક્વાર્ટર' પર ચાલતા બુલડોઝર પર બોમ્બે હાઈકોર્ટની બ્રેક! 'મુસાફિરખાના' તોડવાની BMCની કાર્યવાહી પર તાત્કાલિક રોક

મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમના 'હેડક્વાર્ટર' પર ચાલતા બુલડોઝર પર બોમ્બે હાઈકોર્ટની બ્રેક! 'મુસાફિરખાના' તોડવાની BMCની કાર્યવાહી પર તાત્કાલિક રોક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને વિવાદિત 'હાજી ઈસ્માઈલ હાજી હબીબ મુસાફિરખાના' ઈમારતને તોડી પાડવાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની કાર્યવાહી પર બોમ્બે હાઈકોર્ટે તાત્કાલિક રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરતા BMC ને આગામી આદેશ સુધી 'યથાસ્થિતિ' (Status Quo) જાળવી રાખવા નિર્દેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

જાહેરાત

દક્ષિણ મુંબઈના ભીંડી બજારમાં આવેલી આ લગભગ 80 વર્ષ જૂની ઈમારત અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું અને રસ્તાના રિડેવલપમેન્ટમાં અડચણરૂપ હોવાનું જણાવી BMC દ્વારા તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુરુવારે (19 નવેમ્બર) ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે BMC ની ટીમ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં અરજદારોએ કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિમોલિશન પર વચગાળાનો સ્ટે આપતા યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે.

દાઉદ ઈબ્રાહિમ સાથે શું છે કનેક્શન?

આ 'મુસાફિરખાના' ઈમારત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના શરૂઆતના દિવસોના ઠેકાણા તરીકે જાણીતી છે. 1986માં ભારત છોડીને ભાગતા પહેલા દાઉદ અને તેનો પરિવાર આ ઈમારતના બીજા માળે રહેતો હતો અને અહીંથી જ તેની ગેંગનું સંચાલન (હેડક્વાર્ટર) થતું હતું.

મસ્જિદ અને વકફ પ્રોપર્ટીને લઈને વિવાદ

આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક પ્રાર્થના હોલ (મસ્જિદ) આવેલો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા BMC ની કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ અને સ્થાનિકોએ BMC ની 24 કલાકની નોટિસ અને કાર્યવાહીની કાયદેસરતા સામે સવાલો ઉઠાવ્યા હતા. હવે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હાલ પૂરતી આ ઈમારતને તોડવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત