Video: ૨૬ દિવસ બાદ ટ્રેન શરૂ થતાં પ્રવાસીઓમાં ખુશી

તમિલનાડુના મેટ્ટુપલયમ અને ઊટી વચ્ચે દોડતી પ્રખ્યાત નીલગિરી માઉન્ટેન રેલવે સેવા ૨૬ દિવસના લાંબા વિરામ બાદ આખરે ફરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું હતું, જેના પગલે સુરક્ષાના કારણોસર આ ઐતિહાસિક ટ્રેન સેવા બંધ રાખવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ અને ટ્રેક પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરાયા બાદ આ રૂટ પર ટ્રેનની અવરજવર રાબેતા મુજબ શરૂ થઈ છે. કુદરતી સૌંદર્ય વચ્ચેથી પસાર થતી આ ટ્રેન ફરી શરૂ થતાં સ્થાનિક વેપારીઓ અને ઊટી ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે.
જાહેરાત











