Video: વાવાઝોડા વચ્ચે ૫૪ માછીમારોને સુરક્ષિત આશ્રય અપાયો

ઓડિશાના દરિયાકાંઠે અકવન વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા ચોવીસ કલાક સતર્કતા અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજાંની ચેતવણી વચ્ચે પોર્ટ તંત્રએ ત્વરિત અને માનવીય કામગીરી કરતાં છ માછીમારી બોટમાં સવાર ૫૪ માછીમારોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડી આશ્રય પૂરો પાડ્યો છે. તમામ માછીમારો માટે રહેવા, ભોજન અને પ્રાથમિક સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
જાહેરાત















