Video: પુરીમાં વાવાઝોડાની અસર વચ્ચે ભારે વરસાદ, ભક્તોની શ્રદ્ધા અડગ; વરસાદમાં પણ દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

સોર્સ: gstv

ઓડિશાના દરિયાકાંઠાના શહેર પુરીમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ શરૂ થયો છે અને તેજ પવન સાથે વાતાવરણ બદલાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા અને દરિયામાં કરંટને લઈને પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં તથા માછીમારોને સૂચનાઓ આપવામાં આવી છે. જોકે પ્રતિકૂળ હવામાન અને સંભવિત વાવાઝોડાની માહિતી છતાં સુરત અને ભોપાલ સહિતના સ્થળોએથી આવેલા શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. અગાઉ ટિકિટ અને હોટેલ બુકિંગ કરાવી ચૂકેલા તેમજ મુશ્કેલીઓ છતાં પહોંચેલા ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉત્સાહ અને વિશ્વાસ સાથે કતારમાં ઊભા જોવા મળ્યા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત