ભાષણની લંબાઈ નહીં, થાળી અને ગજવાથી વિકાસ મપાશે, ખડેગે કેન્દ્ર સરકારને લીધી આડે હાથે

દેશમાં મોંઘવારી મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ વધતી મોંઘવારી બાબતે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર નિશાન તાંક્યું છે. એમણે કહ્યું હતું કે, દેશનો વિકાસ વડાપ્રધાનના ભાષણની લંબાઈથી નહીં માપી શકાય. વિકાસ લોકોની થાળીમાં જરૂરી અન્ન અને એમના ગજવામાં પૈસાથી મપાશે. સરકારે ૧૨ વર્ષ પહેલા મોંઘવારી ઓછી કરવાનું વચન આપ્યું હતું. જોકે હવે પરિસ્થિતિ ઉલ્ટી થઈ રહી છે.
સામાન્ય માણસને ઓછો સામાન મળી રહ્યો છે અને એમના ગજવા ખાલી થઈ રહ્યા છે. જરૂરી વસ્તુઓની કિમત સતત વધી રહી છે. ખડગેએ સોશ્યલ મીડિયા એક્સ પર હિન્દીમાં એક પોસ્ટ મૂકી છે. એમણે લખ્યું છે કે, 'મોદીજીએ મોંઘવારી ઓછી કરવાનું વચન આપ્યું હતું. જોકે આજે પરિસ્થિતિ એવી છે કે સામાન્ય માણસની થાળી નાની થઈ રહી છે, એના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે અને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. લોકો અસહાય છે.'










