Video: નડિયાદમાં આગની દુર્ઘટનાના 10 દિવસ બાદ તંત્રની કાર્યવાહી

નડીયાદના કોલેજ રોડ પર 8 દુકાનોમાં લાગેલી ભીષણ આગના 10 દિવસ બાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્રએ વાણિયાવાડ સર્કલ પાસે ગેરકાયદે બાંધકામ કરનારાઓને 7 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા અંતિમ નોટિસ આપી છે..જો તેઓ દબાણો નહીં હટાવે તો પાલિકા દ્વારા ડિમોલિશન કરાશે. કમિશનર કિરણ ઝવેરીની બેઠક બાદ ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા એકમોના પાણી-ગટર જોડાણ કાપવા, દંડ વસૂલવા અને પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ અપાયો છે. પાંચસો ચોરસ મીટરથી મોટા બાંધકામોની ફાયર NOCની પણ ચકાસણી કરવામાં આવશે. દુકાનો પાછળ સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ધંધાઓ સામે નાયબ કમિશનર દ્વારા તપાસ હાથ ધરાશે. આગની ઘટના બાદ તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આવનારા દિવસોમાં શહેરમાં દબાણ હટાવવાની કામગીરી વધુ તેજ બને તેવી શક્યતા છે.
જાહેરાત













