Video: ખેડા: નડિયાદમાં પરિવાર સાળંગપુર દર્શને ગયો ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

સોર્સ: gstv

નડિયાદના એલ.બી. એવન્યુ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય બિપીનચંદ્ર પટેલ પોતાના પરિવાર સાથે કરમસદ અને બાદમાં સાળંગપુર દર્શને ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરના તાળા અને ઇન્ટરલોક તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી સોનાના દાગીના રોકડ રકમ 120 બ્રિટિશ પાઉન્ડ 1500 અમેરિકન ડોલર તેમજ એપલના આઇફોન અને આઇપેડ સહિત કુલ 5 લાખ 9 હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા પરિવાર પરત આવ્યો હતો અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોતાં ડીવાયએસપી, એલસીબી, ટાઉન પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત