Video: TAT-HS પરિણામ સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ, માર્ક્સ અને આન્સર કી જાહેર કરવાની માંગ

સુરેન્દ્રનગરમાં TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિણામમાં વિસંગતતા અને મૂલ્યાંકન પ્રક્રિયા સામે સવાલ ઉઠાવી ઉમેદવારોએ કલેક્ટર સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. પરીક્ષાના બંને પેપરના અલગ-અલગ માર્ક્સ, ઉત્તરવહી, આન્સર કી અને કેટેગરી મુજબની વિષયવાર યાદી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષકોને પણ પરીક્ષામાં નાપાસ કરાયા હોવાના મુદ્દે ઉમેદવારોએ પારદર્શક મૂલ્યાંકન અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. મેરિટમાં નામ ન આવતાં સુરેન્દ્રનગરની અંજના વોરાના મૃત્યુના બનાવ બાદ ઉમેદવારોમાં ચિંતા અને રોષ વધુ ઘેરાયો છે. ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી પરિણામની સંપૂર્ણ વિગતો જાહેર કરી ન્યાય આપવાની માગ કરી છે.
જાહેરાત












