Video: ખંભાળિયા-જામનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત, લાલપુર ચોકડીના CCTV ફૂટેજ આવ્યા સામે

સોર્સ: gstv

ખંભાળિયા-જામનગર હાઈવે પર લાલપુર ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત