VIDEO: જામ ખંભાળિયા-જામનગર હાઈવે પર દાંતા ગામ નજીક ચાલતી કારમાં અચાનક આગ
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકાથી બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળિયા-જામનગર હાઈવે પર દાંતા ગામ નજીક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં સવાર બે લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે આગની ઘટના બનતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસ અનેતંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

