Video: ડાકોરમાં મંદિર પ્રોજેક્ટના નામે રૂ.1.25 કરોડની છેતરપિંડી, બે સ્વામી સહિત પાંચ સામે ફરિયાદ

રાજકોટમાં વડતાલ સંપ્રદાયના બે સ્વામી સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ રૂ.1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ડાકોરમાં 354 વિઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનો પ્રોજેક્ટ હોવાનું જણાવી રોકાણ કરાવાયું હોવાનો આક્ષેપ છે. પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપીને ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લધરભાઈ વાઢેર સાથે છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ છે. આ મામલે અમદાવાદના ચિંતન પરમાર, અંકલેશ્વરના માધવ પ્રિયદાસજી ઉર્ફે એમ.પી. સ્વામી, આનંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી સહિત પાંચ લોકો સામે EOW પોલીસમાં ગુનો નોંધાયો છે. ફરિયાદમાં સુરતના લાલજી ઢોલ અને ડાકોરના જેકી રામીના નામનો પણ ઉલ્લેખ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત














