Video: યાત્રાધામ ડાકોરમાં સામે આવી હૃદયદ્રાવક ઘટના

સોર્સ: gstv

ખેડા જિલ્લાના ડાકોર પંથકમાંથી દિવાળીના શુભ અવસરે જ આઘાતજનક ઘટના સામે આવી છે. ડાકોરના સામાજિક કાર્યકર શૈલેષભાઈ રામીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે..ખારી કુઈ ફળિયામાં રહેતા નિવૃત્ત કર્મચારી અને સક્રિય કાર્યકર શૈલેષ રામીએ ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યું છે. જાખેડ ગામના રેલવે ફાટક નજીક ટ્રેક પર પડતું મૂકીને તેમણે આપઘાત કરી લીધો. થોડા વર્ષો પહેલા જ એક માર્ગ અકસ્માતમાં નહેરમાં ગાડી ખાબકતાં તેમની પત્ની અને પુત્રનું કરુણ મૃત્યુ થયું હતું, હવે તેમણે પણ આ રીતે મોતને વ્હાલુ કરતા સમગ્ર રામી સમાજમાં ઉંડા આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. આપઘાત પાછળ આર્થિક લેવડદેવડ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત