Video: જૂનાગઢમાં લીલી પરિક્રમાનો થનગનાટ, પ્રારંભ પહેલાં જ યાત્રિકોનું ઘોડાપૂર

સોર્સ: gstv

જૂનાગઢની સુપ્રસિદ્ધ લીલી પરિક્રમાનો આવતીકાલે રાત્રે 12 વાગ્યે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ટ્રેન મારફતે જૂનાગઢ પહોંચી રહ્યા છે, જેના કારણે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ગત વર્ષે વરસાદને કારણે યાત્રિકોમાં નિરાશા હતી, પરંતુ આ વર્ષે વરસાદ ન હોવાથી ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનારની તળેટીમાં અત્યારથી જ જય ગિરનારીના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો છે. લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, પીવાના પાણી અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત