Video: જૂનાગઢમાં ખેડૂતની બેદરકારીથી સિંહનું મોત

સોર્સ: gstv

જૂનાગઢ પંથકમાં વધુ એક સિંહનું અકાળે મોત થયુ છે. આ ઘટના વંથલી તાલુકાના ધણફુલીયા ગામમાં બની હતી.જ્યાં ખેતરમાં પાક રક્ષણ માટે ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા જીવલેણ વીજ કરંટની ઝપેટમાં આવી જવાથી અંદાજે ૩ થી ૫ વર્ષની વયના એક નર સિંહનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો, ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માત્ર ચાર દિવસ અગાઉ જ વિસાવદર પંથકમાં ટ્રેનની અડફેટે સિંહણનું મોત થયું હતું, અને ટૂંકા ગાળામાં જ બે સાવજોના અકાળે મોત થવાથી એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી સવાલો ઉભા થયા છે. ખેતરોમાં ગેરકાયદેસર રીતે મુકાતા જીવલેણ વીજ કરંટ પર કાયમી રોક લગાવવા તથા જવાબદાર ખેડૂત સામે કડક કાર્યવાહી કરવાની સિંહપ્રેમીઓની ઉગ્ર માંગ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત