Video: GSTVના અહેવાલની અસર: મહીસાગર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે કંપનીને GPCBની ક્લોઝર નોટિસ

વડોદરાના સાવલી તાલુકાના પોઈચા-રાણીયામાં મહીસાગર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે GPCB એક્શન મોડમાં આવ્યું છે. સુદીપ ન્યુટ્રિશન કંપની દ્વારા કોતરમાં પાઇપલાઇન નાખી કાળું કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવાતું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી. ફરિયાદના આધારે GPCBની ટીમે સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ લીધા હતા, જેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. GSTV દ્વારા ગત 6 નવેમ્બરે આ મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ હવે GPCBએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ ઉપરાંત બેંક ડિપોઝિટ જમા કરાવવા સહિત પર્યાવરણીય નિયમોનું પાલન કરવા અંગે પણ કંપનીને નિર્દેશ આપવામાં આવ્યા છે. મહીસાગર નદીનું પાણી પીવાના ઉપયોગમાં લેવાતું હોવાથી GPCBની આ કાર્યવાહીથી ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત











