સાવલીમાં GSTVના અહેવાલ બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું
સોર્સ : gstv
જીએસટીવીના અહેવાલની વધુ એક ધારદાર અસર સામે આવી છે..વડોદરાના સાવલીના ભગાનામુવાડા ગામમાં શાળાનું મકાન ન હોવાથી બાળકો મંદિરના શેડ નીચે ભણતા હોવાના મામલે GSTVના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે. BRC, ગ્રૂપ આચાર્ય અને CRCએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા બાળકોને નજીકની અન્ય શાળામાં ખસેડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે, ગ્રામજનોએ બાળકોને બે કિલોમીટર દૂર મોકલવાનો વિરોધ કરી ગામમાં જ નવી શાળાની ઇમારત બનાવવાની માંગ કરી છે. ધોરણ 1થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર છે, જ્યારે 25 આંગણવાડી બાળકો ડેરીમાં ભણે છે. બંને સ્થળે વીજળી અને પંખાની સુવિધાનો અભાવ છે. શાળાની નવી બિલ્ડિંગને બે વર્ષ પહેલાં મંજૂરી મળવા છતાં કામ હજુ પૂર્ણ થયું નથી.

