Video: દાહોદના ગાંગરડીમાં મુખ્યમંત્રીની મુલાકાત, કાર્યકરો સાથે બેઠક કરી લીંબાભાઈ ગારીના ઘરે ચા પીધી

દાહોદના ગરબાડામાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ગાંગરડી ગામે પહોંચ્યા હતા. ગાંગરડી ખાતે મુખ્યમંત્રીએ બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ ફાર્મ હાઉસ ખાતે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગરબાડાના લીંબાભાઈ ગારીના ઘરે પણ મુલાકાત લીધી હતી. લીંબાભાઈ ગારીના ઘરે ચાની ચુસ્કી માણી મુખ્યમંત્રીએ પરિવારજનોના ખબરઅંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત















