Video: શુકલતીર્થ ખાતે નર્મદાના તટે મેળાની તૈયારી

સોર્સ: gstv

ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ખાતે દેવઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી પાંચ દિવસ માટે ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન થાય છે. આ વર્ષે શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા મેળામાં અંદાજે ૫૦૦ જેટલા વેપારી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને આરોગ્યલક્ષી તમામ બાબતો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં ખાણીપીણીના સ્ટોલ અને રોમાંચક ચકડોળ સહિતના મનોરંજનના વિવિધ સાધનો લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પાવન અવસરે હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદામાં પવિત્ર સ્નાન કરી શુકલેશ્વર મહાદેવના દર્શનનો લહાવો લેશે. મેળાના સફળ આયોજન માટે વહીવટી તંત્ર અને પંચાયત દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત