Video: માળીયા હાટીના લોહાણા મહાજન વાડી ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી

ઉત્સવની શરૂઆત સવારે બાપાની કુટીર સ્થાપના અને વિવિધ મીઠાઈ-ફરસાણના 56 ભોગ અન્નકૂટ ધરાવીને કરવામાં આવી હતી, ત્યારબાદ ભક્તિસભર મહાઆરતી યોજાઈ હતી. બપોરે તમામ રઘુવંશી પરિવારોએ એક પંગતે બેસીને મહાપ્રસાદ લીધો હતો. સાંજના સમયે બહેનો દ્વારા દાંડીયારાસની રમઝટ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ બાપાની પ્રિય એવી કઢી, ખીચડી અને રોટલાની સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા લોહાણા મહાજનના પ્રમુખ અને સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જાહેરાત






