Video: ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાના પરિણામો સામે ઉમેદવારોમાં રોષ: સાબરકાંઠા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા ઉમેદવારોએ પેપર વાઈઝ ગુણ જાહેર કરવાની અને ઉત્તરવહીની સ્કેન કરેલી નકલો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સત્તાવાર આન્સર કી જાહેર કરી સ્વતંત્ર વિષય નિષ્ણાતો દ્વારા પુનઃમૂલ્યાંકન કરવાની પણ રજૂઆત કરાઈ છે. ઉમેદવારોનું કહેવું છે કે લાંબી મહેનત છતાં બે પેપરના પરિણામોમાં અસામાન્ય તફાવત જોવા મળ્યો છે, જે મોટાભાગના પરીક્ષાર્થીઓ સાથે બન્યું છે. મૂલ્યાંકનમાં પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ ન્યાયની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત