Video: બોડેલી APMC યાર્ડ પાછળની ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ઝેરી ધુમાડો ફેલાયો: સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મૂકાયું

સોર્સ: gstv

ડમ્પિંગ સાઇટ પરથી નીકળતો ગાઢ ધુમાડો આજુબાજુના ઘરોમાં ફેલાતા નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. આ ઝેરી ધુમાડાથી અસ્થમા અને હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બોડેલી નગરપાલિકા આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે. અગાઉ ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. જો કોઈ નાગરિક ગંભીર બીમારીનો ભોગ બને તો જવાબદારી કોની? તેવો સવાલ ઉઠી રહ્યો છે. લોકોએ તાત્કાલિક કચરો સળગાવવાનું બંધ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત