Video: અંકલેશ્વરમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

સોર્સ: gstv

અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. રચના નગર ફાટક પાસેના પાનના ગલ્લા પાસે ભરૂચ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ગણેશ રાજુ ગામીત અને સચિન પન્નાલાલ ગુપ્તા નામના બે શખ્સો બુલેટ પર બેસીને ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૯૪ હજારની કિંમતનો ૧ કિલો 800 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો હતો. સાથે ૧ લાખની કિંમતનું બુલેટ અને બે મોબાઈલ ફોન સહિત કુલ ૨ લાખ ૧૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ નશીલો પદાર્થ ભડકોદ્રા ગામના શખ્સ પાસેથી મંગાવ્યો હોવાની માહિતી મળી છે. આ મામલે એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવા વ્યાપક તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત