Video: અંકલેશ્વરમાં કેનાલ સમારકામથી પાણી પુરવઠો બંધ, પાલિકાએ કરી વ્યવસ્થા

ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવતા આગામી 90 દિવસ માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેને પગલે અંકલેશ્વર શહેરમાં પાણીની તંગી ન સર્જાય તે માટે નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા ગામ તળાવમાં અંદાજે 50 દિવસ ચાલે તેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં પાલિકાના 24 બોર કાર્યરત છે, જ્યારે વધુ 6 બોર અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નગરપાલિકાએ શહેરીજનોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પાણીનો બગાડ ટાળવા અપીલ કરી છે.
જાહેરાત















