Video: રોહતકમાં પાણીની સમસ્યા મુદ્દે યુવક ટાવર પર ચઢ્યો

સોર્સ: gstv

હરિયાણાના રોહતક જિલ્લાના ખેડી સાધ ગામમાં પીવાના પાણીની અછત અને ગંદકીની સમસ્યાથી કંટાળીને એક વ્યક્તિ મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક પહોંચી હતી. હાલ યુવકને સમજાવીને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

આ સમાચાર શેર કરો

જાહેરાત