Video: દિવાળીમાં રામ મંદિરની રોનક

અયોધ્યામાં દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા દીવાઓ અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠી છે. રામ મંદિરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં કરવામાં આવેલી રોશની ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળીના પાવન પર્વે સમગ્ર રામનગરીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. રોશનીથી ઝગમગતું રામ મંદિર અયોધ્યાની દિવાળીનું ભવ્ય દૃશ્ય રજૂ કરી રહ્યું છે.
જાહેરાત







