Video: આખરે અયોધ્યાની મુલાકાત લેશે અખિલેશ યાદવ

સોર્સ: gstv

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરશે..તેઓ સહ પરિવાર ૧૨ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત લેશે. અખિલેશ તેમના પરિવાર સાથે જેમાં તેમના પત્ની ડિમ્પલ યાદવ અને બાળકો મંદિર જશે.. આ મુલાકાત અંગેની જાહેરાત સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પવન પાંડેએ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, અખિલેશ યાદવ સૌપ્રથમ હનુમાનગઢી જઈને નમન કરશે અને ત્યારબાદ રામ જન્મભૂમિ મંદિર જઈને રામ લલ્લાના દર્શન અને પૂજા કરશે. અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત સંપૂર્ણપણે ધાર્મિક હશે. તેઓ 12 ડિસેમ્બરે આખો દિવસ અયોધ્યામાં વિતાવશે.આ મુલાકાત દરમિયાન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ વિવિધ સાધુ-સંતો અને મહંતોને પણ મળશે. અખિલેશ યાદવ અને તેમનો પરિવાર તેમના આશીર્વાદ લેશે અને પ્રસાદ ગ્રહણ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રામ મંદિરની મુલાકાત ન લેવા બદલ ભાજપ અને હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંગઠનો અવારનવાર અખિલેશ યાદવ પર નિશાન સાધતા રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત