Video: 10 હજાર દીવાઓથી ભુપેન હજારિકાને શ્રદ્ધાંજલિ

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં પ્રખ્યાત ગાયક અને સંગીતકાર ડૉ. ભુપેન હજારિકાની 15મી પુણ્યતિથિ નિમિત્તે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા દીઘલીપુખુરી ખાતે 10 હજાર માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. દીવાઓના પ્રકાશથી સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈને ભુપેન હજારિકાને યાદ કર્યા હતા. આસામના સંગીત અને સંસ્કૃતિમાં તેમના યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત