મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નડિયાદમાં 51 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન, 1951થી ચાલતી પરંપરા અકબંધ

સોર્સ: gstv

નડિયાદમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન દશેરા પર્વની દર વર્ષે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં વર્ષ ૧૯૫૧થી પંજાબી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી રાવણ દહનની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહભેર જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ નડિયાદમાં ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન યોજાયું હતું, જે સમગ્ર શહેર માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વિશાળ પૂતળાને આકર્ષક બનાવવા માટે તેમાં ૨૫૦ જેટલા બોમ્બ, તારામંડળ, ચકરી અને રોકેટ સહિત આશરે૫૦ હજારથી ૬૦ હજારની કિંમતનું દારૂખાનું ભરવામાં આવ્યું હતું. આ અદ્ભુત નજારો નિહાળવા માટે નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે ૫૦ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. ઈ.સ. ૧૯૫૧થી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સામાજિક એકતા અને અસત્ય પર સત્યના વિજયનો મજબૂત સંદેશ આપે છે.

આ સમાચાર શેર કરો