Video: SFIનું વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

કેરળમના કોટ્ટાયમમાં મહાત્મા ગાંધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સામે SFI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો અને પોસ્ટર લગાવવા પર મૂકવામાં આવેલા બેનને લઈને SFIના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે SFIના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને વીસી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કેમ્પસમાં તેમના અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કેમ્પસમાં લાગુ કરવામાં આવેલા નિયમોનો વિરોધ કરી SFIએ યુનિવર્સિટી પ્રશાસન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત