VIDEO: કન્નૂરમાં યુનિવર્સિટીની મંજૂરી વગર SFIનું 'શી ફેસ્ટ' આયોજન
કેરળના કન્નૂર જિલ્લામાં વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ અને યુનિવર્સિટી તંત્ર વચ્ચેનો વિવાદ વધુ વકર્ય

કેરળના કન્નૂર જિલ્લામાં વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ અને યુનિવર્સિટી તંત્ર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો . કન્નૂર યુનિવર્સિટી દ્વારા જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા આઈશી ઘોષના પ્રસ્તાવિત કાર્યક્રમ માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો, તેમ છતાં એસએફઆઈ દ્વારા યુનિવર્સિટીના આ આદેશને નજરઅંદાજ કરીને શી ફેસ્ટ નામના વિશેષ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. યુનિવર્સિટી વહીવટી તંત્રના સત્તાવાર પ્રતિબંધ છતાં સંગઠન દ્વારા આ પ્રકારે સમાંતર કાર્યક્રમ યોજવામાં આવતા શૈક્ષણિક સંકુલમાં રાજકીય અને પ્રશાસનિક ગરમાવો આવી ગયો હતો , તેમજ આ ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી




