Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big police raid in Kannur! Seized quantity of banned e-cigarettes

VIDEO:કન્નૂરમાં પોલીસનો મોટો દરોડો! પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળના કન્નૂરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કન્નૂર સિટી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરની એક દુકાનમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં દુકાનમાંથી મોટી માત્રામાં ઈ-સિગારેટના પેકેટ્સ અને અન્ય પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનો મળી આવ્યા હતા.આરોપીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે આ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું, જે ખાસ કરીને યુવા પેઢી માટે જોખમી છે. પોલીસે ઘટનાસ્થળેથી જથ્થો જપ્ત કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કમિશનર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં જપ્ત કરાયેલ ઈ-સિગારેટ અને સિગારેટના બોક્સનો મોટો જથ્થો જોઈ શકાય છે. પોલીસનું કહેવું છે કે આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે શહેરમાં વધુ સઘન તપાસ અને દરોડા પાડવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSkeralakannur