Video: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં દીપદાનથી પરત ફરતી ટ્રેક્ટર-ટ્રોલી પલટી, 4 શ્રદ્ધાળુના મોત, 12 ઘવાયા

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાંથી દીપદાનનો પવિત્ર ઉત્સવ મનાવીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક પલટી મારી..જેથી અફરાતફરી મચી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તહેવારના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાથી વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
જાહેરાત







