Video: હવામાનમાં પલટાથી તોફાની દરિયાની સ્થિતિ, માછીમારોને દરિયામાં ન જવા સખત ચેતવણી આપી.

તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે થૂથુકુડી પોર્ટ બીચ પર દરિયાના પાણીના મોજા સામાન્ય કરતા ઘણા ઊંચા ઉછળી રહ્યા છે. દરિયાની તોફાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયામાં ન જવા માટે સખ્ત ચેતવણી આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા દરિયાકિનારાના આસપાસના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. પોર્ટ ઓથોરિટી અને સ્થાનિક પ્રશાસન દ્વારા જહાજોની અવરજવર અને બંદરની પ્રવૃત્તિઓ પર પણ ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને પણ દરિયાકિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
જાહેરાત







