Video: ‘રાહુલ ગાંધી સંસદમાંથી ભાગી જનારા ડરપોક છે’: પીએમ મોદીને ડિબેટના પડકાર પર ભાજપ નેતા તરુણ ચુગનો આકરો પ્રહાર

સોર્સ: gstv

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં અથવા કોઈપણ મંચ પર ખુલ્લી ચર્ચા (ડિબેટ) કરવા માટે આપવામાં આવેલા પડકાર પર ભાજપે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી પાસે ન તો કોઈ તથ્ય છે અને ન તો શબ્દો; તેઓ માત્ર સંસદમાંથી ભાગી જવાની છાપ ધરાવે છે.

નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાત કરતા તરુણ ચુગે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી, તમે સંસદમાં ચર્ચા કરવા માટે સક્ષમ જ નથી. તમારી પાસે શબ્દોની ખોટ છે. તમારો રેકોર્ડ શૂન્ય છે અને તમારા તથ્યો પણ શૂન્ય છે. તમે સતત 100 ચૂંટણીઓ હારી ચૂક્યા છો, અને તમારી આવી જ હરકતોને કારણે દેશની જનતા આગામી ૧૦૦ ચૂંટણીઓમાં પણ તમને હરાવવા માટે તૈયાર બેઠી છે."

જાહેરાત

‘દેશને બદનામ કરવાનું કાવતરું બંધ કરો’

ચૂંટણી હાર્યા બાદ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો પર આકરા પ્રહારો કરતાં ભાજપ નેતાએ ઉમેર્યું કે, "જ્યારે તમે ચૂંટણી હારો છો ત્યારે ક્યારેક EVM ખરાબ છે તેમ કહો છો, તો ક્યારેક ચૂંટણી પંચ ખરાબ છે તેવી બૂમો પાડો છો. રાહુલજી, દેશમાં તમારી છાપ એક ડરપોકની બની ગઈ છે. તમે ભ્રમ ફેલાવો છો, દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું કાવતરું ઘડો છો અને દેશની ન્યાય વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવો છો. તમે ખુદ સંસદમાંથી પીઠ બતાવીને ભાગી જનારા નેતા છો."

આ સમાચાર શેર કરો

જાહેરાત