Video: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી શેર કર્યો પૃથ્વી પરની આતિશબાજી જેવો વીડિયો

સોર્સ: gstv

દેશભરમાં દિવાળીની રોનક વચ્ચે અવકાશની ઊંચાઈઓ પરથી એક દિલ જીતી લેનારો નજારો સામે આવ્યો છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાંથી પૃથ્વીનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લાગે કે પ્રકૃતિ પોતે આ ઉત્સવમાં સામેલ થઈ ગઈ છે. અવકાશ કક્ષામાં પૃથ્વીની આસપાસ ચક્કર લગાવતી વખતે શુભાંશુએ સ્પેસક્રાફ્ટની બારીમાંથી નીચે નજર કરી, ત્યારે વાદળોની વચ્ચે સતત ચમકતી વીજળી નજરે પડી. અંધારામાં વાદળોની આરપાર નાચતી આ વીજળીની ચમક કોઈ ભવ્ય આતશબાજી કે ફટાકડાથી જરાય કમ નહોતી લાગતી. આ અદભુત દૃશ્યે સૌનું મન મોહી લીધું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત