Video: મોગામાં આપ ધારાસભ્ય અમનદીપ કૌર અરોરાના ઘરે ઈડીની કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો

પંજાબના મોગામાં આપ ધારાસભ્ય ડૉ. અમનદીપ કૌર અરોરાના નિવાસસ્થાને ઈડીની દરોડાની કાર્યવાહી વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. પંજાબ મહિલા આયોગનાં સભ્ય અજિન્દરપાલ કૌરે દરોડાની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈ પૂર્વ જાણકારી વિના ઈડીની ટીમ પહોંચી હતી અને દરોડા દરમિયાન ઘરમાં શું ચાલી રહ્યું છે તેની પણ સ્પષ્ટ માહિતી મળી રહી નથી. તેમણે આ કાર્યવાહીને ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને દબાણમાં લાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. કૌરે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પહેલાં પંજાબમાં ઈડીનો ઉપયોગ કરીને આપ નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
જાહેરાત








