Video: પટનામાં જમીન વિવાદની તપાસ દરમિયાન એસએચઓ પર કૂતરાનો હુમલો

બિહારના પટનામાં જમીન વિવાદની તપાસ માટે પહોંચેલા થાણા પ્રભારી પર રોટવાઈલર કૂતરાએ હુમલો કરીને ગંભીર રીતે બચકું ભર્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ગંભીરતા દાખવતા એએસપી કૃષ્ણ મુરારી પ્રસાદે પાલતુ પ્રાણીઓની સુરક્ષા અને યોગ્ય સંભાળ રાખવા માટે લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પાલતુ શ્વાન રાખતા માલિકોએ જાહેર સુરક્ષાના નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ જેથી આવા અકસ્માતો નિવારી શકાય. પોલીસે આ મામલે કાનૂની તપાસ હાથ ધરીને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જાહેરાત







